શુક્રવાર, 4 માર્ચ, 2011

જખ્મ

જખ્મ ભીતર થાય તો લખવું બને,
માણસો પરખાય  તો લખવું  બને.

સ્મિત કાજે  એટલાં  તરસો  અને,
આંસુ જો  રેલાય તો લખવું  બને.

ફૂલ  માફક   સાચવ્યું  જેને   હતું,
સ્વપ્ન એ રોળાય તો લખવું બને.

લો, કિનારો  સાવ તો પાસે  હતો,
નાવ  ડૂબી જાય તો લખવું  બને.

સાદ કીધો જઈ શિખરની ટોચ પર,
લાગણી  પડઘાય  તો  લખવું  બને.

                                    -  હરીશ પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો