શુક્રવાર, 4 માર્ચ, 2011

મને કોઈ ના કહે એ કામ કરવું ગમશે,

મને કોઈ ના કહે એ કામ કરવું ગમશે,
પણ કોઈ પ્રેમથી કહે તો વિચારીશ.

મને કોઈ તરછોડે તો વારંવાર જવું ગમશે,
પણ કોઈ દિલથી બોલાવે તો વિચારીશ.

મને કોઈ નફરત કરે તેની નફરત ગમશે,
પણ કોઈ પ્રેમ કરે તો આપવામાં વિચારીશ.

મને કોઈ તેનું’lable’લગાવે એ ગમશે,
પણ કોઈ મિત્રતા આપે તો વિચારીશ.

‘મને’ આ શબ્દ આમતો આપણને લગું પડે,
પણ ક્યારેક’મને’ને આમ તો ભુલી જવાય છે.

-સર્વદમન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો