સોમવાર, 7 માર્ચ, 2011

આ લખાય છે ત્યા સુધી તો જીવીત છુ,

આ લખાય છે ત્યા સુધી તો જીવીત છુ,
જાણુ છુ તારા માટે હુ માત્ર અતિત છુ.

તમન્ના તો છે કે હજી પણ તમે આવશો,
વિતે છે વખત આમ ને આમ તો ભ્રમિત છુ.

કહેવાય છે કે પ્રેમ તો જગત મા પવિત્ર છે,
તો પછી કયા કારણે હુ કલંકિત છુ?

બંધાય છે રાજ મહેલો તારા નામે “પ્રિયતમા”
હુ તો પડવા આતુર ખંડેર જરજરીત છુ.

હશે તમારી કામના ઓ અનંત સંસાર ની,
હુ તો એકલો છુ ને એકલતા સુધિ સિમિત છુ.

કહો છો કે આકાશ પાતાળ મળે છે તો મળશુ,
અરે માણસ છુ હુ કયાં દુર ની ક્ષિતિજ છુ?

હવે તમને એમ કે ક્યાંક મળીયે એકાંત મા,
” અપિ” હુ તો ક્યારનોય કબર મા સુશોભિત છુ.

અજય જાદવ ” અપિ”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો