મંગળવાર, 15 માર્ચ, 2011

બુઢાપો

જુવાની ભલે વીતી હોય દિલ તો હજી જુવાન છે
છીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે
ચાલને પ્રિયે જ ઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખ
હજી આંખ મહીં વિચરતા વિહંગની ઊડાન છે
હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીને
ભમરા પાસેથી ઊધાર લીધેલું એક ગાન છે
પ્રેમથી સીંચ્યુ તે મારા ઘરઆંગણને કેટલું
તુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન છે
મોત પણ થાકીને મુકી દેશે હથીયાર હેઠા,
તારી સાડીના પાલવમાં છુપાવેલ મારો જાન છે.
બુઢાપો એટલે સંસારનુ પાકી ગયેલું ફળ મીઠું
જુવાની જિંદગીની શાન છે તો બુઢાપો એક વરદાન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો