શુક્રવાર, 11 માર્ચ, 2011

વીર

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે
આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે
ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીની
અદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે
એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે
જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે
હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છે
એવું નથી કે રણ છોડનારા કાફિર હોય છે
જો જો ડરી ન જતા જીવનમાં મુશ્કેલીઓથી
પ્રકાશને મુલવવા જ ઘનઘોર તિમિર હોય છે
ન ઊશ્કેરાશો જરા પણ અણગમતી વાતથી
નિંદાને મન શૂરવીરો બધા બધિર હોય છે.
જેમના બોલાયેલા શબ્દો પથ્થરની લકીર સમ
બહુ ઓછા વિરલા શબ્દવેધી તીર હોય છે
એટલે જ સફળતા કદમ ચૂમતી આવે છે
જીત ઘણા જીવની જૂની તાસીર હોય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો