શુક્રવાર, 11 માર્ચ, 2011

સકળ સૃષ્ટિ

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુ
સકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે
ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનો
એક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે
અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથી
સુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે
સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો,
જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે
દોડીને શું કરીશ? ચાલવું જ ઊચિત છે.
એક ડગલું ભરતાં, પગ આકાશને આંબે છે.
મનફાવતી રીતે આંકુ છુ રેખાઓ હથેળીમાં
શું કરશે વિધાતા? નિયતી મારા તાબે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો